Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોરોનાના બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન,60 દેશ માંથી આવશે કાઇટ ફ્લાયર્સ

કોરોનાના બે વર્ષ બાદ આ વખતે ગુજરાત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 8 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી 2023 સુધી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ યોજાશે.ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ ભાવનગર વડોદરા એમ કુલ ચાર શહેરમાં પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ પતંગ ઉત્સવમાં 60 દેશોના પતંગ બાજુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.ભારતએ તહેવારોનો દેશ છે.અનેક તહેવારો ધામધૂમથà«
કોરોનાના બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન 60 દેશ માંથી આવશે કાઇટ ફ્લાયર્સ
Advertisement
કોરોનાના બે વર્ષ બાદ આ વખતે ગુજરાત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 8 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી 2023 સુધી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ યોજાશે.ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ ભાવનગર વડોદરા એમ કુલ ચાર શહેરમાં પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ પતંગ ઉત્સવમાં 60 દેશોના પતંગ બાજુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ભારતએ તહેવારોનો દેશ છે.અનેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે.ત્યારે આગામી સમયમાં 14 જાન્યુઆરીના દિવસે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવે છે.આ દિવસે લોકો પોતાની અગાસી અને ધાબા ઉપર જઈને પતંગ ચગાવીને આ તહેવારની ઉજવણી કરે છે.રાજ્ય સરકાર દ્વારા પણ અમદાવાદ ખાતે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની આયોજન કરવામાં આવતું હોય છે.આ વખતે પ્રથમ વખત અમદાવાદ સહિત ગુજરાતના અન્ય ત્રણ મહાનગરપાલિકાઓમાં પણ આંતરરાષ્ટ્રીય પંતગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
60 જેટલા દેશોના પતંગબાજોને આમંત્રણ આપવામાં આવ્યું 
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન શક્ય બન્યું ન હતું.ત્યારે આ વખતે કોરોનાના કેસ નહિવત જોવા મળતા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આ વખતે આઠ જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.કોરોના ની ગાઈડ લાઈન નું પાલન પણ કરવાનું રહેશે.જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે આ પતંગ ઉત્સવમાં 60 જેટલા દેશોના પતંગબાજોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

અન્ય શહેરમાં યોજાશે.
દર વખતે માત્ર અમદાવાદમાં જ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે.8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન રાજ્યના વડોદરા સુરત અને રાજકોટ ખાતે પણ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ ઉત્સવ ઉજવાશે.જ્યારે વડોદરામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી રીતે રાજકોટ અને સુરતમાં પણ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.


અલગ અલગ સ્ટોલ માટે પણ તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની સાથે સાથે અલગ અલગ ગૃહઉદ્યોગના 50 જેટલા સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ભરતગુંથણની વસ્તુઓ,લાકડાનાની વસ્તુઓ અલગ અલગ પ્રકારના ખાદ્ય સામગ્રી જેવી અનેક ગૃહ ઉદ્યોગમાંથી તૈયાર થયેલી વસ્તુઓના પણ સ્ટોલ અહીંયા મૂકવામાં આવ્યા છે. જેથી ગૃહ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળી તે હેતુથી પતંગ ઉત્સવની સાથે સાથે અલગ અલગ સ્ટોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે.સાથે જ સ્ટેજ પ્રોગ્રામ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×